सदस्य वार्ता:Mehboob Desai

पृष्ठ की सामग्री दूसरी भाषाओं में उपलब्ध नहीं है।
मुक्त ज्ञानकोश विकिपीडिया से

ઇસ્લામના અનુયાયીઓ નમાઝ જે દિશા તરફ મુખ રાખી પઢે છે. અને જે દિશામાં સિજદો અર્થાત મસ્તક ઝુકાવે છે તેને કિબ્લાહ કહે છે. કિબ્લાહ અર્થાત કાબા (મક્કા,સાઉદી અરેબિયા) જ્યાં હજરે અસ્વદ સ્થાપિત છે.અને જેના તરફ મુખ રાખી વિશ્વનો દરેક મુસ્લિમ નમાઝ પઢે છે. પરંતુ ઇસ્લામના આરંભના કાળમાં અર્થાત શરૂઆતના તેર વર્ષો સુધી મહંમદ સાહેબ અને તમામ અનુયાયીઓ બૈતુલ મુકદ્સ (જેરુસાલેમ, ઇઝરાઈલ) તરફ મુખ રાખી નમાઝ પઢતા હતા. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઈ.સ. ૬૧૦મા વહી (ખુદાનો સંદેશ)ઉતરવાનો આરંભ થયો. એ પછી નમાઝનો આદેશ ઉતર્યો. પરિણામે મહંમદ સાહેબે અને તેમના અનુયાયીઓએ બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખી નમાઝ પઢવાની શરૂઆત કરી. બયતુલ મુકદ્સએ યહુદીઓનો કિબ્લો હતો. પરિણામે મહંમદ સાહેબ વારંવાર આકાશ તરફ મુખ કરી ખુદાને કિબ્લો બદલવા દુવા માંગતા હતા. હિજરી સન ૨ના ૧૬ માસ પછી મહંમદ સાહેબ પર ખુદાની એ આયાત ઉતરી. તેમાં કહ્યું હતું,

"હે નબી, અમે આપના મુખનું વારવાર આકાશ તરફ ઊંચું થવું જોઈએ છીએ, તો આપ રાજી છો એ કિબલા તરફ અમે આપનું મુખ ફેરવી દઈશું.તો હવે નમાઝમાં આપ પોતાનું મુખ મસ્જિત-એ-હરમ તરફ (અર્થાત કાબાહ) કરતા રહો. અને હે મુસલમાનો ! તમે ગમે ત્યાં હો તમારા મુખો દરેક નમાઝમાં એ જ તરફ કર્યા કરો" ખુદાના આ આદેશ પછી ૧૧ ફેબ્રુઆરી ઈ.સ.૬૨૪થી મહંમદ સાહેબે કાબાહ તરફ મુખ કરી નમાઝ પઢવાનો આરંભ કાર્યો. આજે દુનિયાનો દરેક મુસ્લિમ કાબાહ તરફ મુખ રાખી નમાઝ પઢે છે. પણ શરૂઆતના તેર વર્ષો એટલે કે ઈ.સ.૬૧૦ થી ૬૨૩ સુધી વિશ્વનો દરેક મુસ્લિમ બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખી નમાઝ પઢતો હતો. આ વર્ષો દરમિયાન અરબસ્તાનના મુસ્લિમ વેપારીઓ દેશ વિદેશમાં વહાણો લઈ દરિયાઈ માર્ગે વેપાર કરવા જતા.ગુજરાતનો દરિયા કિનારો એ માટે પ્રસિદ્ધ હતો. ખંભાત, સુરત અને ઘોઘા જેવા બંદરો એ માટે જાણીતા હતા. ઘોઘાનો ઉલ્લેખ સૌ પ્રથમ ગુંદીગઢ તરીકે વલ્ભી રાજકાળ (ઈ.સ. ૪૮૦-૭૨૦) દરમિયાન જોવા મળે છે. ઘોઘાએ અનેક રાજદ્વારી હકુમતો જોઈ છે. ગુજરાતનો જૂનામાં જુનો અરબી શિલાલેખ ઈ.સ. ૬૭૭નો ઘોઘામાંથી મળી આવ્યો છે. જે આરબોના આક્રમણ અને તેના આગમનનો નિર્દેશ કરે છે. ઇ.સ. ૬૩૬મા ઘોઘા ઉપર આરબોનું આક્રમણ થયું હતું. હિ.સ. ૫૭ ઈ.સ. ૬૭૭મા અરબસ્તાનના સેનાધિપતિ ઇસ્માઇલે ઘોઘા ઉપર ચડાઈ કરી હતી. ભારે વિગ્રહમા ઈસ્માઈલ અને સરદાર યાકુબ શાહિદ થયા હતા. આનો આધાર આપતો એક શિલાલેખ ઘોઘામાં છે. આરસના એ શિલાલેખ પર અરબી લીપીમા લખ્યું છે,

"હિ.સ. ૫૭ (ઈ.સ. ૬૭૭) મા સિપાહસાલાર ઈસ્માઈલ એક બળવાન ફોજ સાથે ઘોઘા ઉપર ઉતરી આવ્યો. અહીના હિંદુ રાજા સાથે એક મહાન જંગ ખેલાયો. બંને તરફ પુષ્કળ માણસો માર્યા ગયા. જેમાં સિપાઈસાલાર ઈસ્માઈલ અને તેનો સરદાર યાકુબ મદની વગેરે ઘણાં ખપી ગયા."

આજે પણ ૧૫૦૦ની વસ્તી ધરાવનાર ઘોઘામાં દરેક મહોલ્લાહમાં કબરો છે. દરિયા કિનારે આવેલ મોટા કબ્રસ્તાનની કબરો પર હિજરી સન સાત થી ૧૨૮ સુધીની શિલાલેખો જોવા મળે છે.ઘોઘાના દરિયા કિનારે આવેલા લાઈટ હાઉસમા પણ પાંચ કબરો આવેલી છે. આ તમામ બાબતો દર્શાવે છે કે ઘોઘા ઉપર આરબો વેપાર અને ચડાઈ અર્થે આવતા હતા. ઇસ્લામના આરંભના તબક્કામાં પણ આરબો ઘોઘાના બંદર આવ્યા હશે. અને પોતાના પ્રાથના ગૃહ તરીકે તેમણે બૈતુલ મુકદ્સ તરફના કિબલાવાળી આ નાનકડી મસ્જિત બનાવી હશે. ૧૪૦૦ વર્ષ પૂર્વેની આ મસ્જિત આજે પણ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના બારવાડા મહોલ્લામાં ખંડેર હાલતમાં હયાત છે. અત્યંત જર્જરિત હાલતમાં ભાસતી આ મસ્જિતનો કિબ્લો બૈતુલ મુકદ્સ (જેરુસાલેમ, ઇઝરાઈલ) તરફ છે. ઇસ્લામમાં બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખીને નમાઝ પઢવાનો નિયમ ઉપર જણાવ્યા મુજબ ઈ.સ.૬૧૦ થી ૬૨૩નો ઇસ્લામિક ઇતિહાસમાં નોંધાયેલો છે. ઈ.સ. ૬૨૪મા કાબાહ તરફ મુખ રાખીને નમાઝ પઢવાનો આરંભ થયો હતો. એ દ્રષ્ટિએ બૈતુલ મુકદ્સ તરફ કિબ્લાવાળી આ મસ્જિત ઈ.સ ૬૧૦ થી ૬૨૩ દરમિયાન બંધાય હોવી જોઈએ. એ દ્રષ્ટિએ ઘોઘાની આ મસ્જિત ભારતમાં આવેલ જૂનામાં જૂની મસ્જિતનું માન પ્રાપ્ત કરે છે.લગભગ પચ્ચીસેક માણસો એક સાથે નમાઝ પઢી શકે તેટલી નાનકડી આ મસ્જિતને એક મુખ્ય દ્વાર છે. મુખ્ય દ્વારની પાસે એકાદ બે કબર છે. પથ્થરના દસ થી બાર થાંભલાઓ પર ટકેલી તેની પથ્થરની છત પર કીબ્લાની બરાબર ઉપર એક ગુંબજ છે. મસ્જિતની અંદર કીબ્લાની બંને બાજુ સુંદર નકશી કામ છે. કિબ્લાની કમાન ઉપર અરબીમાં "બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્રહીમ" લખ્યું છે. અર્થાત શરુ કરુ છુ અલ્લાહના નામથી જે પરમ કૃપાળુ અને દયાવાન છે. તેની સાથે જ અરબી ભાષામાં લખ્યું છે

"આ મસ્જિત અલ્લાહની છે. અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી" કિબ્લાની કમાન ઉપર કુરાન-એ –શરીફની એક આયાત લખી છે જેનો અર્થ થાય છે," જે અલ્લાહ માટે મસ્જિત બનાવે છે તેના માટે અલ્લાહ જન્નત(સ્વર્ગ)માં ઘર બનાવે છે"

ઘોઘાના બારવાડા મહોલ્લમાં આવેલી આ મસ્જિતમા વર્ષોથી નમાઝ નથી થતી. એટલે તેના ધાર્મિક મહત્વ કરતા તેનું ઐતિહાસિક મહત્વ અનેક ગણું છે. આમ છતાં ૧૪૦૦ વર્ષ જૂની આ ઈમારત તરફ ન તો ગુજરાત સરકારનું ધ્યાન ગયું છે, ન ભારતના પુરાતત્વ વિભાગનું ધ્યાન ગયું છે. આમ છતાં આજે પણ દેશવિદેશના અભ્યાસુઓ તે મસ્જિતના અભ્યાસ અર્થે ઘોઘા આવે છે. પણ આપણે તેની બખૂબી ઉપેક્ષા જ કરી છે. પરિણામે આપણા ઈતિહાસની આવી પ્રાચીન ધરોહર આજે પણ ન ધણીયાત હાલતમાં ખંડેર બની પોતાના અતીત પર રડી રહી છે .

लेखों में संदर्भ जोड़ना[संपादित करें]

नमस्ते Mehboob Desai जी! संदर्भ जोड़ने या फुटनोट में टिप्पणी जोड़ने में मदद के लिये सहायता:सन्दर्भ देखें। आपके द्वारा किये संपादन में जो गलती थी उसे कैसे सुधारा गया है इसके लिये [यहाँ देखें। धन्यवाद और यहाँ आगे संपादक के रूप में जुड़े रहने हेतु शुभकामनायें! --त्यम् मिश्र बातचीत 05:34, 15 मई 2016 (UTC)[उत्तर दें]