सामग्री पर जाएँ

सदस्य:Mahendra d chaudhary

मुक्त ज्ञानकोश विकिपीडिया से

ભારતીય યવન ( ઈન્ડો - ગ્રીક (બેક્ટ્રિયન))[संपादित करें]

સિકંદરના મૃત્યુ બાદ તેમની સાથે આવેલા ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરતા હતા. લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાને કારણે તેઓ બેટિયન ગ્રીકો અને ઈન્ડોગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો તરીકે પણ ઓળખાયા. આ ઉપરાંત ભારતીય સાહિત્યમાં તેઓને 'યવનો' તરીકે ઓળખવામાં આવ્યા છે.

ડેમેટ્રિસ પ્રથમ (ઈ.સ. પૂર્વે 189 થી ઇ.સ. પૂર્વે 171)  મૌર્યકાળ પછી ભારત પર ગ્રીકોનું આક્રમણ થયું. ભારત પર આક્રમણ કરનાર પ્રથમ યુનાની યવન આક્રમણકારી ડેમેટ્રિયસ પ્રથમ હતા જે બેક્ટ્રિયાના શાસક હતા. તેમણે ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાન, પંજાબ અને સિંધ પર પોતાનો અધિકાર જમાવ્યો અને તેમણે સાકલ (સિયાલકોટ) ને પોતાની રાજધાની બનાવી. ડેમેટ્રિયસ પછી ભારતમાં યવનો બે શાખામાં વિભાજીત થયા (1) ડેમેટ્રિયસ (2) યુક્રેટાઈડસ

મિનેન્ડર( ઈ.સ. પૂર્વે 155 થી ઇ.સ. પૂર્વે 130)[संपादित करें]

તેમણે સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીના પૂર્વના મોટા વિસ્તાર પર જીત હાંસલ કરી પરંતુ પુષ્યમિત્ર શુંગની સામેના યુદ્ધમાં તેમનો પરાજય થયો. તેમની રાજધાની સાકલ (સિયાલકોટ, વર્તમાન પાકિસ્તાન) હતી. રાજધાની સાકલને શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર બનાવ્યું. મિનેન્ડરને એશિયાના સંરક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમણે બૌદ્ધ સાધુ નાગસેનથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો. મિનાન્ડર અને બૌદ્ધસાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર 'મિલિન્દપન્હો' નામના બૌદ્ધ ગ્રંથની રચના થઈ. જેનો અર્થ 'મિલીન્દના પ્રશ્નો' તેવો થાય છે. આમ, અશોક બાદ એક વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપ્યું.

અજ્ઞાત ગ્રીક લેખક દ્વારા લખાયેલી 'પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી' પ્રમાણે મિનેન્ડરનાં સિક્કા ભરૂચના બજારોમાં ચાલતા હતા. અલ્હાબાદના રકેહ નામના સ્થળેથી તે અંગેનો અભિલેખ મળી આવ્યો છે.

ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા ઈન્ડો-ગ્રીક શાસકો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. ઈન્ડો-ગ્રીક ભારતના પહેલાં

એવા શાસકો હતા કે જેમના સિક્કાઓ વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે આ સિક્કો કયા શાસકનો છે. અન્ય એક યુનાની બેક્ટ્રિયન વંશ યુક્રેટાઈડ્સના શાસક એન્તિયાલકીડસે શુંગવંશના શાસક ભાગવતના દરબારમાં હેલિયોડોરસને દૂત તરીકે મોકલ્યા હતા જેમણે વિદિશામાં ગરુડસ્તંભ સ્થાપિત કર્યો તથા તેના પર વાસુદેવ નામ અંકિત કર્યું. તેનાથી માહિતી મળે છે કે હેલિયોડોરસએ ભાગવત ધર્મ સ્વીકાર્યો હતો.