सदस्य वार्ता:Veer visaji gohil rajput samaj

पृष्ठ की सामग्री दूसरी भाषाओं में उपलब्ध नहीं है।
मुक्त ज्ञानकोश विकिपीडिया से
स्वागत!  नमस्कार Veer visaji gohil rajput samaj जी! आपका हिन्दी विकिपीडिया में स्वागत है।

-- नया सदस्य सन्देश (वार्ता) 05:40, 24 अक्टूबर 2019 (UTC)[उत्तर दें]

ઈતિહાસ

  • મહુવાના રાજવી જસાજી ગોહિલ*
  • મીઠી વીરડીના જળમાં સ્નાન કરવા મંગાયેલી દાણના મામલે...*
  • ભાવનગર - મહુવા વચ્ચે ૭-૭ દિવસ સુધી દ્રૃંદ યુધ્દ્ર ખેલાયુ'તુ*

અઢારમી સદીના ઉતરાધ્ઁમાં ભારતના રાજ્ય તખ્તા પર મોંગલવંશનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. આ તકનો લાભ લઈ મહુવા ના મોંગલ થાણેદાર મહમદ ખરેડીયાઅૅ સ્વતત્રંતા ધારણ કરી અને ૩૦૦ ગામનું નવું મહુવા રાજ્ય સ્થિર કર્યુ. આસમયે મહુવાની જાહોજલાલી ભવ્ય હતી. સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું મહુવા રાજ્યની આજુબાજુ ગોહિલ દરબારો અને કાઠી દરબારો શક્તિશાળી અને બળવાન હતા તેને પોતાની નીચે રાખવા મહુવા સ્થાનિક ખરેડીયાઅોનું ગજુ ન હતું.

*મહુવાના રાજવી જસાજી ગોહિલ અને ભાવનગર ના મહારાજા વખતસિંહજી વચ્ચે સમાધાન થતા યુધ્ધ વિરામ થયો*

આ સમય મારવાડમાંથી સેજકજીના ચોથા દિકરા વિસાજી ગોહિલની સત્તરમી પેઢિએ થયેલા મશરીજી ગોહિલે પોતાના ભાયાતો સાથે મળી અને મહુવા ઉપર આક્રમણ કરી અને મહુવા ખરેડિયા સિપાહીઅો પાસેથી જીતી લીધુ. અને મહુવાના ત્રણસો ગામડાઅો પર ખસિયા ગોહિલોનો વાવટો ફરકવા લાગ્યો તથા મિતીયાળાના રાજવી વિજાજી ગોહિલના પૌત્ર હમીરજી ગોહિલને મશરીજીએ મહુવાની બાજુમા વાઘનગર ગામ આપેલ. પસી હમીરજીએ પોતાની તાકાતથી કોટડા તથા ઝાંઝમેર પરગણાના ગામો જીતી લીધા અને ઝાંઝમેર પોતાની ગાદી સ્થાપી હતી. ઈ.સ.૧૭૮૨માં ખીમાજીની ફરિયાદથી વખતસિંહજીએ ઝાંઝમેર ઉપર હુમલો કરી તે જીતી લીધું આથી હમીરજીએ ગોપનાથના મહંતનું શરણ લીધું. સમાધાન થયું અને કરાર થયાં કે ભાવનગરનાં ગામડાને રંજાડવા નહી, ત્યાર પછી હમીરજીએ વાધનગર આવી અને ગાદી સ્થાપી.

મશરીજી ગોહિલના અવસાન પછી મહુવાની ગાદી પર તેમના પાટવી કુંવર જસાજી ગોહિલ આવ્યા. આ સમયે મહુવામાં ખારા સાગરની મીઠી વિરડીની યાત્રાએ દેશ - પરદેશથી લોકો આવતા હતાં. મહુવાના રાજવી જસાજી ગોહિલને દાણ ભરી અને યાત્રાળુઅો મીઠી વિરડીના જળથી સ્નાન કરતા. આ સમયે દાઠાના ગોપાળજી સરવૈયા મહુવાની ખારા સાગરની મીઠી વિરડીની જાત્રા કરવા આવ્યા. ગોહિલ જસાજીએ ગોપાળજી પાસેથી દાણ માગ્યું ગોપાળજીએ કહયું કે હું ભાવનગરના રાજાનો મામા દાણ ના આપું. ત્યારે જસાજીએ કહયું રાજા હોય કે રંક મારા રાજ્યમાં બધા માટે દાણ સમાન છે. અને જો સ્નાન કરવું હોય તો દાણ આપીને કરવું પડશે. આથી ગોપાલજી સરવૈયાએ જસાજી ઉપર રોષ રાખીને ભાવનગર મહારાજની કાન ભંભેરણી કરી. આથી ભાવનગરની વિશાળ ફૌજે મહુવા પર ચડાઈ કરી. સામે મહુવાના રાજવી જસાજી ગોહિલ પોતાના લશ્કર સાથે માલણના કાઠા પર ભાવનગરની વિશાળ ફૌજ સામે સાત સાત દિવસ સુધી લડત આપી અંતે લશ્કરની ખુંવારી થતા જસાજીએ વખતસિંહજીને સંધીનું કહેણ મોકલ્યું. વખતસિંહજીએ સંધીનું કહેણ મંજુર રાખ્યું સાથે એક મહિનો મહુવાના હવામહેલમાં રોકાવાની શરતે જસાજીને મહુવા ખાલી કરી આપવું . એક મહિના પછી જસાજીને મહુવા પાછું સોંપી દેવું તેના ચાર સાક્ષી નિમાણાં તેમાં પ્રથમ જામીન તરીકે શંકરગિરિજી સાધુ, બીજા દયાશંકર ગોર વિજપડીના, ત્રીજા ગોપાળજી સરવૈયા દાઠાના અને ચોથા જસાજી બાપુના કામદાર અભો સોરઠીયો. એક મહિનાની અવધી પુરી થવા સતાં વખતસિંહજીએ તેમના કામદાર હિરજી મહેતાની ચડામણીથી મહુવાનો રાજ મહેલ ખાલી ના કર્યો નિમાયેલા સાક્ષીઅોને ગામ ગરાસ આપીને ફેરવી નાખ્યા પરંતુ જસાજી ગોહિલનો કામદાર અભો સોરઠીયો અકબંધ રહયો.

વખતસિંહજીએ રાજ મહેલ ખાલી ન કરતા મહુવાના રાજવી જસાજીએ પોતાના ગામ ગરાસ માટે બસો(૨૦૦) ઘોડે સવારો સાથે મહુવા માથે બહારવટું ખેડવા માંડયુ. આ બહારવટા દરમ્યાન જસાજી ગોહિલ ભાવગનરના સૈન્ય સામે ઈ.સ.૧૭૯૩માં શહિદ થયાં આથી રાજમાતા તથા કુંવરની જવાબદારી અભા સોરઠીયા પર આવી. અભા સોરઠીયાએ પોતાના માલીક મહારાજાનું ૠણ ચુકવવા ભાવનગર જઈ હિરજી મહેતાને મારી અને પોતાનું બલીદાન આપ્યું.


ઈ.સ.૧૮૧૬માં વખતસિંહજી દેવ થયા બાદ તેમના પાટવી કુંવર વજેસંગજી ગાદીએ આવ્યા ત્યારે ભાવનગરના ઘણા દુશ્મનો હતા. તેમા જુનાગઢના નવાબ તથા કાઠીઅો તથા ખસિયા ગોહિલો મુખ્ય દુશ્મનો હતાં. ચારે બાજુથી ભાવનગર ઉપર આફતના વાદળો તોળાઈ રહયા હતાં. હવે જસાજીના કુંવર ખિમાજી પણ યુવાન થઈ ગયા હતા હમીરજી તથા ખીમાજી ભાવનગર સામે જંગ લડવા સૈન્ય એક્ત્ર કરતા હતા તે સમાચાર ભાવગનર વખતસિંહજીના બનેવી પોરબંદરના રાણા સરતાનજીને ખબર પડી તેવો ભાવનગર આવી વજેસંગજીને કહેવા લાગ્યા કે ભાણુભા તમારા પિતાશ્રીએ તમારા ભાયાતો સાથે જે દુશ્મનાવટ કરી છે. પણ દુશ્મનાવટનો અંત દુશ્મનાવટથી નથી આવતો માટે તમારા ભાયાતો સાથે સમાધાન કરી તેમને તેમના ગામ ગરાસ પાસા આપી દયો, ત્યારબાદ પોરબંદરના રાણા સરતાનજીની મધ્યસ્થીથી બંને વચ્ચે સમાધાન થયું. સમાધાન મુજબ વજેસંગજીએ પોતાના ભાયાતોને મહુવા તાબાના

*ચોવિસ ૨૪ ગામ* આપી મનાવી લીધા. 
આમ *ઈ.સ.૧૮૧૬માં* ભાવનગરનાં  મહારાજા વજેસંગજીએ  હમીરજીને સેદરડા તાબાના બાર  (૧૨) ગામ નીચેના આ પ્રમાણે છે. Veer visaji gohil rajput samaj (वार्ता) 07:04, 24 अक्टूबर 2019 (UTC)[उत्तर दें]

Jay ho veer visaji gohil samaj Veer visaji gohil rajput samaj (वार्ता) 07:06, 24 अक्टूबर 2019 (UTC)[उत्तर दें]

[વિર વિસાજી ગોહિલ રાજપૂત સમાજ 1]== વિર વિસાજી ગોહિલ રાજપૂત સમાજ ==

  1. વિર_વિસાજી_ગોહિલ_નો_ઈતિહાસ

રાજસ્થાન ખેરગઢમાંથી સેજકજી ગોહિલ પોતાના પરિવાર અને પોતાના છ ભાઇઓ સાથે સૌરાષ્ટ્રમાં પ્રયાણ કરે છે. ભગવાન મુરલીધરના આદેશથી પંચાળમાં બોટાદથી સાત કોસ દુર પ્રથમ મુકામ કરે છે, ત્યાં ભગવાન મુરલીધરની સ્થાપના કરે છે.

સેજકજીના નાના ભાઈયો (1) હનુજી (બગડ) (2) માનસંગજી (ટાટમ) (3) દુદાજી (તુરખા) (4) દેપાળદે (પાળીયાદ) (5) સોનકજી (બોટાદ) (6) વિકોજી (અળાવ) સેજકજી ગોહિલના પાચ સંતાનો હતા. એક રાણીથી સાહજી સારંગજી અને કુંવરીબા વાલમકુવંરબા હતા. અને બીજા રાણીથી રાણજી અને વિસાજી બે કુંવરો હતા. રાણજી અને વિસાજી (સેદરડા મોણપુર ચોવીસીના વડવા) રાઠોડના ભાણેજ હતા. સેજકજીએ પોતાના પુત્રી વાલમકુવરંબા જુનાગઢના રાજવી રા' મહિપાળસિંહજીના પુત્ર ખેંગારજી સાથે પરણાવ્યા તેથી સારંગજી અને સાહજી રા' ના દરબારમા સેવામા રોકાણા. રા'મહિપાળસિંહજીએ સારંગજીને લાઠી (અર્થીલા) ગામો તથા સાહજીને માડંવી પાલીતાણાની સોવિસી આપી તથા સેજકજીના મોટા પુત્ર રાણપુર વસાવ્યું અને સેજકજીના સૌથી નાના કુંવર વિસાજી (સેદરડા મોણપુર સોવિસીના વડવા) ધંધુકાના રાજવી ધાંધલજી ભાટીની કુંવરીબા સાથે પરણ્યા અને ધાંધલજી ભાટીએ ખસ પરગણામાં બાર ગામની જાગીર આપી અને ત્યા સ્થાઇ થયા.

આ વિસાજી ગોહિલની ગૌરવ ગાથા આપની સમક્ષ પહેલી વાર આવી રહી છે. વિસાજી ગોહિલના પ્રથમ લગ્ન કોટા ગામના વાઘેલા દરબારના કુંવરીબા સાથે થયા હતા અને બીજા લગ્ન ધંધુકાના રાજવી ધાંધલજી ભાટી દરબારના કુંવરીબા સાથે થયા હતા ઇ.સ. 1260 થી 1266 મા તળાજાની ગાદી પર એભલવાળા ત્રીજા તળાજાની ગાદી પર હતા ત્યારે ત્યા એક ઘટના બને છે એભવવાળાએ ઘણી કાયસ્થ કન્યાઓને પરણાવી હતી. આ જાણ થતા વાલમ બ્રામણો દાપુ લેવા માટે આડા ફર્યા. એભલજીવાળાએ સમજાવ્યા પણ સમજયા નહિ. આથી ત્યાંના ભીલ સરદારો બ્રામણો પર તુટી પડયા અને કેટલાક બચીને ધંધુકા તરફ ભાગ્યા અને ધાંધલજીનો આશરો લીધો આથી ધાંધલજીએ પોતાના જમાઇ વિસાજીને આદેશ કર્યો તળાજા ઉપર ચડાઇ કરો. આથી વિસાજી ગોહિલે તળાજા પર હજારો સૈનિકો સાથે તળાજા ત્રાટકયા તળાજી નદીના તટ પર ઘમસાણ યુધ્ધ થયું અને તળાજા પર કબજો લીધો. એભલજી વાળા ત્રીજા વળા જતા રહયા. બરવાળામા ઘેલાશા વાણીયો બધાને હેરાન કરતો. એક દિવસ ચારણ (ગઢવી) તેને કહે છે.

*ખસનો તુને ખટકો નઇ ખોળશ ખેતરડા* 
  • ગલઢોશી મેલા મારછ દેડકા માંધાઉત*
(હે માધાશાના દિકરા તને ખસના ગરાસિયા નથી ખટકતા? તેને કેમ રંજાડતો નથી? તે ધણા રજવાડાને હરાવ્યા પણ એકવાર ખસ ગામના વિસાજી ગોહિલ સાથે બાથ ભીડતો તારુ પાણી મપાઇ જાય કે ખસ ગામના ગોહિલ ગરાસિયા કેવા જોરાવર છે. ઇ.સ. 1350 પછી ગુજરાતની પરિસ્થિતિ ડામાડોળ થતી ગઇ. અલાઉદીન ખીલજી ગુજરાત પર ચડી આવ્યો અનેક હિંન્દુને વટલાવ્યા સિધ્ધપુરના મવેડી બ્રામણો વોરા બન્યા 13 મી સદીમાં પાટણ અને સિધ્ધપુર મુસ્લિમ રાજ્ય થયા બાદશાહે કણૉવતી નામના નગરને વિકસાવીને અમદાવાદ નામ આપ્યુ અફજલખાનની ફોજ ચારે બાજુ ફરવા લાગી. હિન્દુ પર જુલમ કરવા લાગ્યા ત્યારે રાણપુર ધોળકાના પરમાર, લાલ માંડવાના ઝાલા, મહી કાંઠાના પઢિયાર ભોળાદના રાઠોડો, સિસલીના વાઘેલાઓ કાલવિયાના સોલંકીઓ, ડાંગરવાના ડાભીઓ, ખસના ગોહિલો, ઢાકના વાળાઓ, ધંધુકાના ભાટીઓ આ બધા રાજપૂતો ભેગા મળીને ધંધુકામાં એક ખાનગી સભા ભરાણી આખુ સૌરાષ્ટ્ર મુસલમાન થતુ અટકાવવા માટે માથુ જાય પણ આપણો ધર્મ ન જવો જોયે તેવી પ્રતિજ્ઞા લેવાણી. રાણજી ગોહિલ શહિદ થયા પછી અલાઉદિને ધંધુકા સર કરવા પ્રયાણ કર્યુ. ધંધુકામાં ભયંકર યુધ્ધ થયુ વિસાજી ગોહિલ (સેદરડા મોણપુર સોવીસીના વડવા) અને ધાંધલજી ભાટી મહેરા સામે બાદશાહ હારીને જતો રહયો. હજારો મુસલમાનોની કત્લેઆમ થઇ તે પછી અલાઉદીને સતત બાર વષૉ સુધી હુમલા ચાલુ રાખ્યા પરંતુ વિસાજી ગોહિલ જેવા પરાક્રમી યોધ્ધાથી તે ફાવયો નહિ તેરમા વર્ષે અલાઉદીને સમય સુચકતા વાપરી તેણે દિલ્હી, કનોજ અને લખનૌથી ફોજ બોલાવીને ઓચીંતો હુમલો કર્યો તેમા ધંધુકાના રાજવી ધાંધલજી અને હજારો રાજપૂતો કામ આવ્યા હજારો બહેનો દિકરીયોના સીંદુર ભુસાણા રાજપૂતો સો સો મુસલમાન ને એક એક રાજપૂત ભારે પડે એવુ પરાક્રમ બતાવી માતૃભૂમિની રક્ષા કાજે સમરાગણના ખોળે પોઢયા અને સેદરડા મોણપુર સોવિસીના વડવા વિસાજી ગોહિલ લડતા લડતા અડવાળ ગામને તખ્તે વીરગતી પામ્યા. 

હું આ વિરગતીની ગાથા લખતા લખતા વિરતાના સ્મરણથી ભીની થયેલી આંખો સાથે કહું છું કે આપણા આવા અનેક ક્ષત્રિય રાજપૂતોના ઇતીહાસો ઇતીહાસના પાના પર દબાયેલા પડયા છે તો હુ આશા રાખું છું કે મારા સમાજ પાસે તેને ઉજાગર કરો જેથી આવનારી પેઢીને સ્મરણ રહે કે મારા પુર્વજો કોણ હતા.

હું એ આપણા રાજપૂત દરબાર કુળમાં જન્મયો છું. આવા આપણા રાજપૂત દરબારમાં અનેક અડાબીડ મરદૉ પાકયા છે અને આપણે તેના વારસદારો છીએ.


(🙏 જય માતાજી મારા ગોહિલ ક્ષત્રિય રાજપૂત પરીવાર ને.)
सन्दर्भ त्रुटि: "વિર વિસાજી ગોહિલ રાજપૂત સમાજ" नामक सन्दर्भ-समूह के लिए <ref> टैग मौजूद हैं, परन्तु समूह के लिए कोई <references group="વિર વિસાજી ગોહિલ રાજપૂત સમાજ"/> टैग नहीं मिला। यह भी संभव है कि कोई समाप्ति </ref> टैग गायब है।